D-136, Mrudul Park, R.C. Technical Road, Nr Chanakyapuri Bridge, Ghatlodia, Ahmedabad-61 Ahmedabad 61 Gujarat India
We are open 24/7

AGP/CGMS (Ambulatory Glucose Profile)

AGP/CGMS (Ambulatory Glucose Profile) જેમાં એક સેન્સરને તમારા હાથ પર લગાવી સતત ૧૪ દિવસ સુધી તમારા ડાયાબીટીસ (લોહીમાં સુગરની માત્રા) જાણી શકાય છે. તે પીડા રહિત છે અને એક દિવસમાં સરેરાશ ૯૬ વખત તમારા ડાયાબીટીસની તપાસ કરે છે.

  • સેન્સર ૧૪ દિવસ માટે તમારા હાથ ઉપર રહેશે.
  • કોઈપણ જાતના દુઃખાવા વગર ૧ દિવસમાં ૯૬ વખત રીડીંગ લેશે, તે જ પ્રમાણે ૧૪ દિવસમાં ૧૩૪૪ વખત રીડીંગ લેશે.
  • તમારા રોજીંદા કામ સેન્સર લગાવેલ હાથ સાતે પણ થઈ શકશે, ચોક્સાઈપૂર્વક માહિતી આપે છે.

HBA1C અને SMBG સાથે સરખામણી

  • HbA1c એટલે ૩ મહિનાની સરેરાશ સુગરની તપાસ , આ તપાસ દ્વારા સુગરમાં થતો વધારો કે ઘટાડો ચોક્કસ રીતે જાણી શકાતો નથી
  • SMBG ગ્લુકોમીટીર વડે દર્દીએ જાતે દિવસમાં ૬-૭ વખત સુગર તપાસવું પડે છે તેમ છતાં સુગરમાં વધારો, ઘટાડો એકદમ ચોક્સાઈપૂર્વક જાણી શકાતો નથી, આખી રાત દરમ્યાનનું સુગર જાણી શકાતું નથી.

કોણે કરાવવું જોઈએ ?

  • ટાઈપ ૧ ડાયાબીટીસ ધરાવતા દર્દીએ
  • પ્રેગનન્સી (ગર્ભાવસ્થા) દરમ્યાન ડાયાબીટીસ (GDM) આવે ત્યારે
  • જે દર્દીને દિવસ દરમ્યાન ડાયાબીટીસમાં બહુ વધ-ઘટ રહેતી હોય
  • જે દર્દીને સુગર ઘટી જાવના કોઈ ચિન્હ ન ખબર પડતા હોય અથવા તો જેમને રાત્રિ દરમ્યાન સુગર ઘટી જતી હોય